ગુજરાત વિધાસભાની આ બેઠક પર 32 વર્ષથી હાર્યા નથી આ ઉમેદવાર, જાણો આ કોણ છે આ ઉમેદવાર

પબુભા માણેક

ગુજરાત વિધાસભાની આ બેઠક પર 32 વર્ષથી હાર્યા નથી આ ઉમેદવાર

ભારતના શ્લોક મુખર્જી બન્યા લાખોમાં નંબર વન, બનાવ્યું એવું ડૂડલ કે તમે પણ કહેશો વાહ 

દ્વારકા વિધાનસભાની બેઠક પરથી એક એવો ઉમેદવાર છે જે છેલ્લા 32 વર્ષથી હાર્યો નથી. આ વખતે સ્પર્ધા રસપ્રદ બની શકે છે, કારણ કે આ વખતે AAP પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે.આ વખતે ગુજરાત ચૂંટણી જંગમાં એવા ઉમેદવાર ઉતર્યા છે, જેને છેલ્લા 32 વર્ષથી કોઈ હરાવી શક્યું નથી. 

અપક્ષ તરીકે લડે તો પણ જીતે

ભલે તેઓ અપક્ષ તરીકે લડે કે કોઈપણ પક્ષ સાથે લડે કે પક્ષ બદલીને લડે, જીત તેમની જ છે. આ ઉમેદવારનું નામ પબુભા માણેક છે. પબુભા માણેક પુરોહિત પરિવારના છે. આ વખતે પણ પબુભા માણેકે એ જ જીતના મોટા દાવા કર્યા છે. આ વખતે મેદાનમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના કારણે હરીફાઈ બની શકે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ધોરણ 10 બોર્ડના ઓનલાઇન ફોર્મની શરૂઆત 

1990 પછી ક્યારેય ચૂંટણી હાર્યા નથી

કૃષ્ણની નગરી દ્વારકાનો દરેક ખૂણો કૃષ્ણમય છે. દ્વારકા ભક્તિના રસમાં ડૂબી ગયું છે, પરંતુ ચૂંટણીની મોસમ વચ્ચે દ્વારકાના દિલ-દિમાગમાં જે નામ વસી ગયું છે તે છે 'પબુભા માણેક'. તમને જણાવી દઈએ કે, પબુભા માણેક છેલ્લા 32 વર્ષથી દ્વારકા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતી રહ્યા છે. પબુભા માણેક દ્વારકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. પબુભા માણેક પહેલીવાર 1990માં ચૂંટણી લડ્યા હતા અને ત્યારથી તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. દ્વારકા બેઠક પર છેલ્લા દસ વર્ષથી ભાજપનો કબજો છે અને પબુભા માણેકનો 32 વર્ષથી. પબુભા માણેક અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા, પછી કોંગ્રેસમાં ગયા,ત્યારબાદ ભાજપની ટિકિટ પર 2012 અને 2017ની ચૂંટણી જીતી. પબુભા માણેક ગુજરાત આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે.

મિત્રોના કહેવાથી ફોર્મ ભરાયું હતું

પબુભા માણેકના ધારાસભ્ય બનવાની કહાની ઘણી રસપ્રદ છે. 1990માં સૌપ્રથમવાર મિત્રોના કહેવાથી તેમણે વિધાનસભાની ચૂંટણીનું ફોર્મ આનંદપૂર્વક ભર્યું હતું, પરંતુ પરિવારે તે સ્વીકાર્યું ન હતું. દરમિયાન દ્વારકાના ગ્રામજનોનો મોટો સમૂહ માણેકના પરિવારના ઘરે પહોંચ્યો હતો અને ફોર્મ પરત ન લેવા વિનંતી કરી હતી. આવી સ્થિતિમાં પરિવારના સભ્યો ગ્રામજનોની વાત માની ગયા અને તેઓએ ફોર્મ ભર્યું અને તેઓ પહેલીવાર જીતીને ધારાસભ્ય બન્યા.

Pension ધારકોને ઘરે બેઠા મળશે આ સુવિધા, કરવું પડશે આ કામ


કેટલા મતદારો છે?

દ્વારકામાં કુલ મતદારોની સંખ્યા બે લાખ 61 હજારથી વધુ છે. જેમાં એક લાખ 36 હજારથી વધુ પુરૂષ અને એક લાખ 25 હજારથી વધુ મહિલા મતદારો છે. આ વિધાનસભામાં પાંચ ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. 2017ની ચૂંટણીમાં પબુભા માણેકને 73 હજાર 471 મત મળ્યા હતા. આ વખતે આ મુકાબલો ઘણો રસપ્રદ બની શકે છે, કારણ કે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!