ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની તારીખો જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને મતગણતરી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની તારીખને લઈ સૌથી મોટા સમાચાર

  1. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઇ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે તબક્કામાં થશે, 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે.
  3. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે

ગુજરાત સરકાર નો હોમગાર્ડ અને GRDના જવાનોના વેતન વધારાનો વધુ એક મહત્વનો નિર્ણય, જાણો સંપૂર્ણ વિગત 

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ,1 અને 5 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે મતગણતરી ,ધારણાઓ મુજબ ગુજરાતમાં બે તબક્કામાં જ યોજાશે મતદાન.

ગુજરાત માં છેલ્લા કેટલાય દિવસો થી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની તારીખો જાહેર થઇ ગઈ છે. આજે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાત માં બે તબક્કામાં વિધાનસભા ની ચૂંટણી યોજાશે.

8 નવેમ્બરે થશે ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિ માટે રહેશે ભાગ્યશાળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ની તારીખો

ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કા નું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા નું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશ ની સાથે ગુજરાતનું પણ પરિણામ 8 મી ડિસેમ્બરે જાહેર થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 બેઠકો

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપ ને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50 % અને કોંગ્રેસને 4 2% વોટ મળ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઇ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ

  • ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ મતદાતાઓ કરશે મતદાન
  • ગુજરાતમાં આ વખતે 51,782 મતદાન કેન્દ્રો
  • 4.6 લાખ લોકો કરશે પ્રથમ વાર મતદાન
  • મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો હશે
  • દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન કેન્દ્રો હશે
  • 50 ટકા મતદાન કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ વ્યવસ્થા હશે
  • જનરલ કેટેગરીમાં આ વખતે હશે 142 બેઠકો
  • અનુસૂચિત જાતિની કેટેગરીમાં હશે 13 બેઠક
  • અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં હશે 27 બેઠક

સોના ની કિંમતોમાં આવી શકે છે ભારે ઘટાડો, જાણો ક્યાં સુધી થશે ઘટાડો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે

જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. અને ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરુચ, નર્મદામાં પ્રથમ તબક્કામાં મતદાન થશે. અને વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ, મહિસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બીજા તબક્કામાં મતદાન યોજાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બીજા તબક્કામાં 93 બેઠક માટે મતદાન

પ્રથમ તબક્કામાં 89 બેઠક માટે મતદાન તથા બીજા તબક્કામાં 93 બેઠક માટે મતદાન સાથે પ્રથમ તબક્કામાં ફોર્મ ચકાસણી 15 નવેમ્બરે અને બીજા તબક્કામાં ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે અને પ્રથમ તબક્કામાં 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કામાં 21 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. તથા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પ્રથમ તબક્કામાં મતદાન સાથે જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં પ્રથમ તબક્કામાં મતદાન થશે.

કોઈ પણ મતદાર માત્ર ફોન દ્વારા જ ફરિયાદ કરી શકશે

મુખ્ય ચૂંટણી કમિશનર ના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષ થી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચ ને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટ માં એક ટીમ બનાવીને 100 મિનિ ટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!