State government's decision to advance salary to government employees before Diwali

 નવલી નવરાત્રી વિદાય લઈ રહી છે.  20 દિવસ બાદ દિવાળી આવી રહી છે. આજે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર માસનો સેલરી 20 ઓક્ટોબરના દિવસે કરવામાં આવશે.દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે તમામ સરકારી કર્મચારીઓનો સેલરી 20 ઓક્ટોબરે થઈ જશે.

Read also:Seventh pay third installment

20 ઓક્ટોબરે તમામ કર્મચારીઓનો થશે સેલરી

રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના તમામ વર્ગના કર્મચારીઓનો 1થી 5 તારીખની વચ્ચે સેલરી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે 24 ઓક્ટોબરના રોજ દિવાળી હોવાથી કર્મચારીઓ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 20 ઓક્ટોબરના દિવસે જ સેલરીની ચૂકવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા દિવાળીના થોડા દિવસ અગાઉ સેલરી કરી દેવામાં આવશે. 



Read also:Seventh pay Salary calculation online

કર્મચારીઓમાં ખુશીનો માહોલ

આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીને લઈને સરકારે આ વખતે સરકારી કર્મચારીઓનો સેલરી વહેલા થશે તેવું નિર્ણય કર્યો છે, મહત્વનું છે કે 24 ઓક્ટોબરે દિવાળી આવતી હોવાથી સરકારી કર્મચારીઓને સેલરીને લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સરકારે દિવાળી પહેલા જ કરી સેલરી કરી દેવાની સૂચના આપી દીધી છે જેથી સરકારી કર્મચારીઓ સારી રીતે દિવાળી ઉજવી શકે, દિવાળી પહેલા જ કર્મચારીઓનો સેલરી થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. 

ગયા વર્ષે પણ એડવાન્સ સેલરી કરી દેવાયેલ 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ વખતે પણ ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને એડવાન્સ સેલરી આપવામાં આવી હતી.  ગત વર્ષે દિવાળી 4 નવેમ્બરે હતી, જેથી સરકારી કર્મચારીઓનો સેલરી 25 ઓક્ટોબરે કરી દેવામાં આવી હતી. કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના સેલરી વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ પણ આપ્યા હતા. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!