CBSE Boardએ 10-12 બોર્ડ માટે નવી યોજનાની જાહેરાત : વર્ષમાં બે વાર પરીક્ષાઓ લેવાશે


CBSE class 10, 12 board exams 2022 સીબીએસઈએ 2021-2022 સત્રની ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે વિશેષ મૂલ્યાંકન યોજના જાહેર કરી દીધી છે. એકેડેમિક સેશનને 50-50 ટકા સિલેબસ અનુસાર બે ભાગમાં વેચવામાં આવશે. પ્રથમ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે બીજી પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવાશે. 

2022ની 10 અને 12 બોર્ડ પરીક્ષાઓની યોજના પર સીબીએસઈએ કહ્યું કે, આંતરિક મૂલ્યાંકન  (Internal Assessment) અને પ્રોજેક્ટ વર્ક (Project Work) ને વધુ વિશ્વસનીય તથા કાયદેસર બનાવવાનો પ્રયાસ જારી રહેશે. 

હવે CBSE દ્વારા વર્ષમાં બે વાર લેવાશે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવશે. આ અંગે બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ-10 અને 12 ના શૈક્ષણિક સત્ર 2021-22 ને બે ભાગમાં વહેંચવામાં આવશે અને દરેક સત્રમાં લગભગ 50 ટકા અભ્યાસક્રમ રાખવામાં આવશે. ગત સત્રની જેમ શૈક્ષણિક વર્ષ 2021-22 માટેનો અભ્યાસક્રમ પણ ઓછો કરવામાં આવશે. આ અંગેની માહિતી આ મહિનામાં જ જાહેર કરવામાં આવશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!