મોદી સરકાર ઇન્કમટેક્ષ છુટની સીમા ૪ લાખ કરશે અને સ્લેબમાં પણ ફેરફાર કરશેઃ જો આવુ થાય તો કોને કેટલો લાભ ?

અકિલા ન્યુઝ:નાણામંત્રી અરૂણ જેટલી બજેટ રજુ કરે એ દિવસો હવે દુર નથી. તેઓ પટારામાંથી શું કાઢશે તે લઇને ભારે ચર્ચા છે. નોટબંધીને કારણે લોકોને પડેલી પરેશાની દુર કરવા તેઓ પ્રયાસ કરશે. બજેટ-ર૦૧૭-૧૮માં આયકર છુટની સીમા અઢી લાખથી વધારીને ચાર લાખ થાય તેવી શકયતા છે એટલુ જ નહી ટેકસના સ્લેબમાં પણ ફેરફારો થશે. જો આવુ થશે તો ૧૬,૩૦૮ રૂ. મહિને ઇન્કમટેકસની બચત થશે.

   હાલ ઇન્કમટેકસની છુટની સીમા અઢી લાખ છે. જે ચાર લાખ રૂપિયા થશે. આનો અર્થ એ છે કે જે લોકોની કર યોગ્ય આવક ૩૩,૩૩૩ સુધીની છે તેઓએ ટેકસ ભરવો નહી પડે. અત્યાર સુધી ર૦,૮૩૩ રૂ. માસિક કમાનાર વ્યકિત આ છુટના દાયરામાં હતા. હાલ અઢી થી પાંચ લાખ સુધી ૧૦ ટકા, પાંચ થી દસ લાખ ર૦ ટકા અને દસ લાખથી ઉપરની કમાણી પર ૩૦ ટકા ટેકસ આપવો પડે છે. હવે ઇન્કમટેક્ષ મામલે આયકર કરદાતાઓને મોટો લાભ મળવાનો છે.

   સામાન્ય બજેટમાં રજુ થનાર નવા સ્લેબ અનુસાર ચાર લાખ સુધીની કમાણી કરનારને ઇન્કમટેક્ષ ભરવો નહિ પડે. જયારે ચાર થી દસ લાખ સુધીની આવક ધરાવનારે માત્ર ૧૦ ટકા ટેકસ આપવો પડશે. એક નવો સ્લેબ બનાવાશે અને જે હેઠળ ૧૦ થી ૧પ લાખ સુધી કમાનારને ૧પ ટકા અને ૧પ થી ર૦ લાખ સુધી કમાનારને ર૦ ટકા અને ર૦ લાખથી ઉપર કમાનારને ૩૦ ટકા ટેકસ ભરવો પડશે.

   આ હિસાબથી જોઇએ તો આયકર દાતાઓને થનારી બચત સવા લાખથી ઘણી વધુ થશે એટલે કે મહિને ૧૦,૦૦૦થી વધુ એટલે કે નવી વ્યવસ્થામાં જો તમારી વાર્ષિક કર યોગ્ય આવક ચાર લાખ હોય તો તમને ૧પ,૪પ૦ રૂ.ની બચત થશે. જે અત્યાર સુધી તમારે ઇન્કમટેકસ અને તેના પર લાગતા શિક્ષણ સરચાર્જ સ્વરૂપે આપવા પડતા હતા. જો કમાણી પાંચ લાખ હોય તો હાલ રપ,૭પ૦ રૂ.ને બદલે માત્ર ૧૦,૩૦૦ રૂ.નો ટેકસ આપવો પડશે એટલે કે અહી પણ તમને ૧પ,૪પ૦ની બચત થશે પરંતુ જો તમે ૭,પ૦,૦૦૦ કર યોગ્ય આવક ધરાવતા હોય તો તમારી બચત વધીને ૪૧,ર૦૦ રૂ. થઇ જશે અને તમારે ૭૭,રપ૦ના બદલે ૩૬,૦પ૦નો ઇન્કમટેકસ ભરવો પડશે. ૧૦ લાખ રૂપિયા સુધી કર યોગ્ય આવકવાળાને ૧,ર૮,૭પ૦નો ટેકસ ભરવો પડે છે. જયારે નવા દરો મુજબ ૬૧,૮૦૦ રૂ.નો ટેકસ ભરવો પડશે એટલે કે ૬૬,૯પ૦ રૂ.ની બચત થશે. આ રીતે ૧પ લાખ રૂપિયા કમાનારે અત્યારે ર,૮૩,રપ૦ રૂ.નો ટેકસ ભરવો પડે છે પરંતુ નવા સ્લેબ હેઠળ તેમને માત્ર ૧,૩૯,૦પ૦ ટેકસ ભરવો પડશે એટલે કે ૧,૪૪,ર૦૦ની સીધી બચત થશે. ર૦ લાખવાળા ૪,૩૭,૭પ૦નો ટેકસ ભરવો પડે છે તેમણે માત્ર ર,૪ર,૦પ૦ ભરવા પડશે એટલે કે ૧,૯પ,૭૦૦ રૂપિયા સુધી એટલે કે ૧૬,૩૦૮ની દર મહિને બચત થશે.

   આનાથી વધુ કમાનાર ૩૦ ટકાના સ્લેબમાં છે તેમને માટે પણ બચત ૧,૯પ,૭૦૦ થશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!