ફિક્સ પગારદારોને બખ્ખાં, પગારમાં 124 સુધી%નો વધારો, જાણો કયારથી અમલમાં

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા ફિક્સ પગારધારકોના પગારમાં 63થી 90 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આ નિર્યણથી હાલ ફિક્સ પગારમાં કામ કરી રહેલા 1.18 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. આ નિર્ણયથી સરકાર પર રૂ.1300 કરોડનો બોજો પડશે

વર્ગ 4ના કર્મચારીઓનો પગાર 63 ટકા વધારાયો, હવે થશે 16,200
વર્ગ 3ના કર્મચારીઓનો પગાર 73 ટકા કરાયો, હવે થશે 19950
વર્ગ 2ના કર્મચારીઓનો પગાર 90 ટકા વધારાયો, હવે થશે 31340
10 ટકા એચઆરએ પણ અપાશે તેમજ મેડિકલનો પણ લાભ મળશે
નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમામ લાભો મળતા થઇ જશે
જે કાયમી થઇ ચુક્યા છે તેમને પણ ખુબ મોટો લાભ મળશે

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી રાજ્યમાં ફિક્સ પગારમાં કામ કરી રહેલા લાખો યુવા સરકારી કર્મચારીઓ સરકાર દ્વારા પોતાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ સાથે વિરોધ કરી રહ્યાં હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. પરંતુ સુપ્રીમમાંથી કોઇ નિર્ણય આવે તે પહેલાં રાજ્ય સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને ફિક્સ પગારદારોનો પગાર વધારી દીધો છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!