પ્રમુખ સ્વામી મહારાજનુ નિધન

પ્રમુખ સ્વામી મહારાજનુ નિધન, સ્વામીનારાયણ સંપ્રદાયમાં દુખનું મોજુ ફરી વળ્યું
છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સર્વેસર્વા એવા પ્રમુખ સ્વામીનુ નિધન થયું છે. આ સમાચારથી સમગ્ર સ્વામીનારાયણ પંથમાં દુખનુ મોજુ ફરી ગયું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજ 95મા વર્ષે બ્રહ્મલીન થયા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. સાળંગપુર આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી નારાયણે સાંજે 6 કલાકે છેલ્લા શ્વાસ લીધા છે. પ્રમુખ સ્વામી મહારાજના સ્વર્ગવાસથી તેમના ભક્તોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત કથળી હતી
છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત કથળી હતી
સાળંગપુર કેમ્પસમા જ હતા
છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. પરંતુ તેઓ સાળંગપુરનુ કેમ્પસ છોડવા માગતા ન હતા, કારણ કે આ મંદિર તેમના ગુરુનુ હતું. તેથી સાળંગપુરના આ મંદિરમાં જ આઈસીયુ સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી. છેલ્લા 1300 દિવસથી સાળંગપુર ખાતે તેઓએ મુકામ કર્યો હતો અને તેઓ સારવાર હેઠળ હતા. પ્રમુખ સ્વામી મહારાજના છેલ્લા કેટલાય દિવસોથી ભક્તોને દર્શન બંધ કરાયા હતા. તબિયત નાદુરસ્ત રહેવાને કારણે તેમણે છેલ્લા કેટલાય સમયથી વિદેશ પ્રવાસ પણ બંધ કર્યા હતા.

પ્રમુખ સ્વામી બાપાએ પાંચ ખંડોની ધરતી પર હિન્દુ ધર્મ અને સ્વામીનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠા વધારીને જેમણે 1200 ઉપરાંત મંદિરો, અક્ષરધામ, તેમજ 950 સંતોની વિશ્વને ભેટ આપી હતી. આવા વિરલ સંત અને બાપાના હુલામણા નામથી ઓળખાતા પ્રમુખ સ્વામી મહારાજે સ્વામીનારાયણ સંપ્રદાયને વિદેશોમાં ફેલાવ્યા છે. તેમના
પ્રતાપે વિદેશની ધરતી પર સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક મંદિર બન્યા છે. વિદેશમાં વિચરણ કરીને માત્ર સ્વામીનારાયણ સંપ્રદાય નહીં, હિન્દુ ધર્મનો મજબૂત પાયો નાંખ્યો છે. તેમણે વિદેશની ધરતી પરJ સ્વામીનારાયણ ભગવાનના બેનમુન મંદિરો બાંધીને ધર્મનો ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો છે.

પ્રમુખ સ્વામી મહારાજના સાધુ જીવનની શરૂઆત
વડોદરાના ચાણસદ ગામના મોતીભાઈ અને દિવાળીબાના શાંતિ પટેલ નામના સંતાન તરીકે 7 ડીસેમ્બર, 1921માં માગસર સુદ આઠમના રોજ તેમનો જન્મ થયો હતો. માતાપિતાની ભક્તિ તેમને વારસામાં મળી હતી. નાનપણથી જ તેમણે સ્વામીનારાયણ ભગવાનના ચરણોમાં જીવન સમર્પિત કર્યું હતું. સ્વામીનારાયણ ભગવાન પરની અખુટ શ્રધ્ધા, વ્યવહારકુશળતા અને લોકસેવાના ગુણો જોઈને શાસ્ત્રીજી મહારાજે ઈ.સ. 1946માં આ યુવાન સ્વામીને 28 વર્ષની ઉંમરે સાળંગપુર મંદિરમાં કોઠારી સ્વામી તરીકે નિમ્યા હતા.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!