વોટ્સએપએ આપ્યું રિપ્લાય કરવાનું નવું ફિચર

વોટ્સઅપેનવું ફીચર એડ કર્યું છે. હવે તમે કોઇ પણ મેસેજના જવાબ આપતી વખતે મેસેજને 'કોટ' કરી શકો છો. . એટલે કે તમે જવાબ આપતી વખતે કોઇ પણ મેસેજને મેન્શન કરી શકો છો, જેનાથી એવી ખબર પડી જાય કે તમે કઇ વાતનો જવાબ આપી રહ્યા છો અથવા ગ્રુપ ચેટમાં કોણી સાથે વાત કરી રહ્યા છો.
કેટલીક વખથ એવું થાય છે સામે વાળા એકસાથે મેસેજ મોકલી દે છે. કેટલીક વખત તે સમયે તેનો જવાબ આપી શકતા નથી. જ્યાં સુધી તમે રિપ્લાય કરો છો, તે ભૂલી જાય છે કે તમે શેની વાત કરતા હતા. પરંતુ વોટ્સએપએ આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે.
જ્યારે ગ્રુપમાં એક સાથે વધારે લોકોના મેસેજ આવે અને તમારે જે વ્યક્તિને જવાબ આપવો હોય, તેની પર ટેપ કરીને થોડોક સમય હોલ્ડ કરો.
તેનાથી તે મેસેજ સિલેક્ટ થઇ જશે. હવે એપની સૌથી ઉપર નજર નાખો. અહીંયા તમને રિપ્લાયનો આઇકોન જોવા મળશે. તેની પર ટેપ કરો.
જેવું તમે રિપ્લાય આઇકોન પર ટેપ કરશો, એવી રીતે તચે મેસેજ સિલેક્ટ થઇ જશે. ટાઇપિંગ વિંડોમાં કીબોર્ડની ઉપર તે મેસેજ તમને ગ્રે રંગના બોક્સમાં જોવા મળશે. તેની નીચે તમે તમારો જવાબ ટાઇપ કરી શકશો.
તમે તમારો મેસેજ ટાઇપ કરો અને સેન્ડ બટન પર ટેપ કરી દો. જેવો તમે મેસેજ સેન્ડ કરશો તે ચેટમાં જોવા મળશે. તેનાથી ખબર પડી જશે કે તમે કયાં મેસેજના જવાબમાં વાત કરી છે. તેનાથી સામે વાળા વ્યક્તિને પણ ક્નફ્યૂઝ થશે નહીં. જો તમે ગ્રુપ ચેટ કરી રહ્યા હોઉ, તો પણ બધાને ખબર પડશે કે તમે વાત કોણી સાથે કરી રહ્યા છો. ખાસ વાત તો એ છે કે જેવા તમે આ મેસેજ પર ટેપ કરશો, સ્ક્રીન પર આ મેસેજ આવી જશે, જેને કોટ કરવામાં આવ્યો છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં એન્ડ્રોઇડ માટે વોટ્સએપનું બીટા વર્ઝનમાં આ ફીચર જોવા મળ્યું હતું. હવે કંપનીએ એન્ડ્રોઇડ અને ios યૂઝર્સ માટે આ ફીટર આપવાનું શરૂ કર્યું છે. જો તમે આ ફીચરનો ઉપયોગ કરી શકતા નથી તો તમારી એપ્લીકેશન અપડેટ કરો અને થોડી રાહ જોવો.
નોંધનીય છે કે વોટ્સએપ સતત નવા ફીચર એડ કરી રહ્યું છે. એન્ડ્રોઇડ બીટા એપ પર એને વિડીયો કોલિંગ ફીચર પણ ટેસ્ટ કર્યો હતો. થોડા સમય પહેલા GIF સપોર્ટ પણ નાંખ્યો હતો.કંપની વિન્ડોઝ અને os x માટે પણ એપ પણ લોન્ચ કરી ચૂકી છે.
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!