પરિણામમાં વિદ્યાર્થીનીઓએ મારી બાજી, કુલ રિઝલ્ટમાં ગયા વર્ષ કરતા સાત ટકાનો ફટકો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ સેમેસ્ટર-4ની પરીક્ષા તેમજ 10મી મે ના રોજ લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધુ છે. ધો.12 સાયન્સનું પરિણામ 79.03 ટકા આવ્યું છે, જે ગયા વર્ષે 86.10 ટકા હતુ. એટલે કે ગત વર્ષ કરતા 7 ટકા ઓછુ પરિણામ આ વર્ષે આવ્યુ છે. જો કે ગયા વર્ષ કરતા આ વર્ષે વિદ્યાર્થીનીઓનું પરિણામ ઉંચુ આવ્યુ છે.
વર્ષ 2015માં ગુજરાતમાં ગોંડલ કેન્દ્રએ સાયન્સના ચોથા સેમમાં 99.73 ટકા સાથે અવ્વલ રહ્યું હતું તો આ વર્ષે પણ ગોંડલ 97.17 ટકા સાથે સૌથી વધુ પરિણામ મેળવીને યાદીમાં આવી ગયુ છે. જ્યારે આ વર્ષે A1 ગ્રુપમાં 763 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તો માત્ર ગયા વર્ષે આ ગ્રુપમાં 427 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. જો A2 ગ્રુપની વાત કરવામાં આવે તો વર્ષ 2015માં 4008 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જે આ વર્ષે 5,399 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 2016માં A ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 81.30 ટકા છે. જ્યારે 2015માં 89.94 ટકા પરિણામ આવ્યુ હતુ. વર્ષ 2015માં 100% પરિણામ ધરાવતી કુલ 251 શાળા હતી. જેમાં આ વર્ષે ઘટાડો થતા 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા માત્ર 98 જ છે. 
2016માં અંગ્રેજી માધ્યમનું 86.47 ટકા અને ગુજરાતી માધ્યમનું 77.62 ટકા પરિણામ આવ્યુ છે. જેમાં વર્ષ 2015માં ગુજરાતી માધ્યમનું 84.80% પરિણામ આવ્યુ હતુ. જ્યારે અંગ્રેજી માધ્યમનું 93.76% પરિણામ હતુ.   
આ ઉપરાંત ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ આગળ નીકળી ગઈ હતી. 86.76 ટકાના પરિણામ સાથે વિદ્યાર્થીનીઓ પાસ થઈ આગળ રહી હતી. વિદ્યાર્થીઓ 85.75 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ વર્ષનું પરિણામ www.gseb.org, www.gipl.net પર જોઈ શકાશે. વિદ્યાર્થીઓ કોલ સેન્ટરના 1800 233 5500 ટોલ ફ્રી નંબરથી મેળવી શકશે. પાંચ દિવસ પછી એટલે કે 22મીએ ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર કરાશે. 
વર્ષો જૂનો સિલસિલો તૂટ્યો
 માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ શિક્ષણ મંત્રી જાહેર કરે તેવું દબાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે શિક્ષણ મંત્રીએ પરિણામ જાહેર કરવા માટે સાંજનો સમય ફાળવતાં બોર્ડે પરિણામ માટેનો વર્ષો જૂનો સિલસિલો બદલીને સાંજે પરિણામ જાહેર કરવાની નવી નીતિ અપનાવી છે. બોર્ડનું પરિણામ સામાન્ય રીતે સવારે 9 વાગ્યે જાહેર થતું હોય છે પરંતુ આ વર્ષે આ પરિણામ સાંજે જાહેર કરવાની જાહેરાત થતાં વાલી-વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અલગ પ્રકારની મૂંઝવણ ઉભી થઇ હતી કે પરિણામ સાંજે જાહેર કરવાનું કારણ શું હશે?
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!