NPS કર્મચારીઓ માટે શું થયો અગત્યનો પરિપત્ર,જાણો સંપૂર્ણ માહિતી

ભારત સરકારના ધોરણે ગુજરાત રાજય સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશકતતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશકતતા/કુંટુબ પેન્શન મુજબના લાભો આપવા બાબતે નાણાં વિભાગના ઉકત ઠરાવની નકલ આ સાથે સામેલ રાખી મોકલી આપતા જણાવવાનું કે, નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ તા.૦૧/૦૪/૨૦૦૫ કે, ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ રાજય સરકારના અધિકારી/કર્મચારીઓ કે જેઓના કાયમી પેન્શન ખાતા નંબર (PPAN) નિયામક,પેન્શન અને પ્રોવિડન્ડ કુંડની કચેરી, ગાંધીનગર(ર્નોડલ ઓફિસ)દ્વારા ફાળવવામાં આવે છે. તેઓને આ ઠરાવનો લાભ મળવાપાત્ર થતો હોઇ, ઠરાવની પ્રસિધ્ધ થયાની તારીખ(તા.૨૪/૯/૨૦૨૨)થી ઠરાવ સાથેના સામેલ ફોર્મ- A મુજબ ત્રણ માસમાં વિકલ્પ આપવાનો રહેર્તો હોઇ, જેની સેવાપોથીમાં નોંધ લેવાની થતી હોય તેમજ સંબંધિત અધિકારી /કર્મચારીઓએ વિકલ્પની સાથે ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો,૨૦૦૨ના નિયમ-૮૯ હેઠળ નિયત થયેલ ફોર્મ-૧૩માં કુંટુબ અંગેની વિગતો તેઓની કચેરીના વડાને નિયત સમય મર્યાદામાં પૂરી પાડવાની રહેશે. જેની દરેકે નોંધ લેવી.

NPS


NPS કર્મચારીઓને શું લાભ મળશે?

નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશકતતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશકતતા/કુંટુબ પેન્શન મુજબના લાભો અગાઉ મળવાપાત્ર હતા નહિ, જે હવે આ ઠરાવ અનુસાર મળશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!