ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સાથે, સરકારે ધોરણ -9 થી 12 માં ઓફલાઇન અભ્યાસ શરૂ કર્યો છે. પરંતુ ધો .૧ થી ૮ શરૂ કરવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. ત્યારે આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે રાજ્ય સરકાર ધોરણ 6 થી 8 સુધીની પ્રાથમિક શાળાઓ ફરીથી ખોલવા માટે ગંભીર છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અંતિમ નિર્ણય આરોગ્ય વિભાગના રિપોર્ટના આધારે લેવામાં આવશે. આ નિર્ણય આજની રાત સુધીમાં જાહેર થવાની ધારણા છે. કેબિનેટની બેઠક બાદ પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મુદ્દે ચર્ચા કરવા માટે તેમની ચેમ્બરમાં બેઠક યોજી હતી.
Gujcet માટે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને બે ગુણ મળશે |
રાજ્યમાં Corona વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોના સંકટ બાદ લોકોનું જીવન હવે પાટા પર આવી ગયું છે. રાજ્યમાં આઠ મહાનગરો સિવાય કોઈ કર્ફ્યુ લાદવામાં આવ્યો નથી. ગુજરાતમાં ધોરણ 9 થી 12 ની શાળાઓ અને કોલેજોના વર્ગો પણ શરૂ થઈ ગયા છે. હવે રાજ્યમાં પ્રાથમિક શાળાના વર્ગો પણ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોનાની બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે.
0 ટિપ્પણીઓ