શાઓમી (Xiaomi) એ ઈન્ડિયન માર્કેટ માટે પોતાના Mi SonicCharge 3.0 ફાસ્ટ ચાર્જરની લોન્ચ ડેટ જાહેર કરી દીધી છે. આ ફાસ્ટ ચાર્જર એડોપ્ટર 12 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે અને તે 67W ક્વિક-ચાર્જિંગ કેપબિલિટીની સાથે આવી રહ્યું છે. આવતીકાલે આ ચાર્જર લોન્ચ થશે. પરંતુ હજુ તેની કિંમત અને ડીટેલ્સ સામે આવી નથી. એક ટ્વિટર યૂઝરે તેની કિંમતની સાથે ચાર્જિંગ એડોપ્ટરની લાઇવ ઇમેજ શેર કરી છે. આ વાત ગિજ્મોચાઇનાના એક રિપોર્ટમાં કહેવામાં આવી છે.
આટલી હોઈ શકે છે કિંમત
પરંતુ આ ટ્વીટરને પોસ્ટ કરાયા બાદ ડિલિટ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ એક બીજા ટિપ્સ્ટરે ડિલીટ કરાયેલી પોસ્ટના સ્ક્રીનશોટ લઈ લીધા હતા. ટ્વીટ પ્રમામે શાઓમીના 67W ફાસ્ટ ચાર્જિંગવાળા Mi SonicCharge 3.0 ની ભારતમાં કિંમત 1999 રૂપિયા હશે.
ચાર્જરમાં Type-C કેબલ આપવામાં આવ્યો છે અને તેની લંબાઈ 1 મીટર છે. આ ચાર્જર લેપટોપ સહિત ટાઇપ-સી સપોર્ટ કરનાર ઘણા ડિવાઇસમાં સાથે કામ કરે છે.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ