Schoolના પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા Social Media દ્વારા આંદોલન કરાશે:રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ સમિતિના સભ્ય અને ઉચ્ચ. માધ્ય. વિભાગના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ


બિનસરકારી Granted તથા Government secondary અને Higher secondary શાળાઓના પડતર પ્રશ્નો રાજય સરકાર દ્વારા ન ઉકેલાતા ૧ ઓગસ્ટથી ૭ દિવસ માટે રાજયના રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘે social media દ્વારા વ્યાપક આંદોલન ચલાવવાનો નિર્ણય કારોબારી બેઠકમાં કર્યો છે. શૈક્ષિક મહાસંઘે ૧ ઓગસ્ટથી પ્રથમ તબક્કાના આદોલનનું રણશીંગુ ફુંકી દીધુ છે.

નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો  |

રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની state leval ની કારોબારી બેઠક મળતા તેમાં Granted તથા Government secondary અને Higher secondary શાળાના કર્મચારીઓના પડતર પ્રશ્નો ન ઉકેલાતા તા. ૧ ઓગસ્ટ ૨૦૨૧ થી ૭ દિવસ માટે વિવિધ social media દ્વારા આંદોલન ચલાવવાનો નિર્ણય કરાયો છે. રાજય ભરમાં ચાલનારા આંદોલન માટે મહાસંઘ દ્વારા આંદોલન સમીતીની પણ રચના કરવામાં આવી હતી.


જે સમિતિના સભ્ય અને ઉચ્ચ. માધ્ય. વિભાગના અધ્યક્ષ Miteshbhai Bhatt એ જણાવ્યુ હતું કે Granted તથા Government secondary અને Higher secondary શાળાઓના પડતર પ્રશ્નો જેવા કે શિક્ષણ સહાયકોની ૫ વર્ષની નોકરી, seventh payમાં પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ, હાઈકોર્ટના ચુકાદા બાદ પણ old Teacherની લંબાયેલી ભરતી પ્રક્રિયા, Principalની નિમણુંક વખતે તા. ૫-૦૧-૬૫ના ઠરાવ મુજબ તમામને એક incrimentનો લાભ, Old pension યોજનાનો અમલ, શિક્ષણ સહાયકોની બદલી,સહાયકોને fix pay વધારાનો તફાવત, સુરક્ષાચક્ર તથા અન્ય પ્રશ્નોનો લાબા સમયથી ઉકેલ ન આવતા શિક્ષકોમાં નિરાશા સાથે વ્યાપક વિરોધ ઉભો થવા પામ્યો છે.

28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧  |

જે પડતર પ્રશ્નોના ઉકેલ માટે અગાઉ education minister, નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને પણ રજુઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આ દિશામાં કોઈ નકકર કાર્યવાહી ન થતા રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની રાજય કારોબારી બેઠકમાં સર્વાનુમતે ૭ દિવસના social media દ્વારા આંદોલન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.આંદોલન સંદર્ભે વધુ વિગતો આપતા આંદોલન સમીતીના સભ્યોએ જણાવ્યુ હતું કે તા. ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ ૨૦૨૧ સુધી પ્રથમ તબક્કાનુ social media દ્વારા ઉગ્ર વિરોધ સાથે પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન કરવા નક્કી કરાયુ છે. જે આંદોલન દરમ્યાન પડતર પ્રશ્નો સંલગ્ન તમામ Teachers પોતાની માંગ સાથેનો ફોટો તથા selfi પોતાની શાળાના બેનર, શાળાના બ્લેક બોર્ડ પર માંગણીઓ સંદર્ભે સુત્રો લખી social media જેવા કે facebook, Instagram, Twiter તથા અન્ય પર Upload કરી શેર કરવા રાજય કારોબારીએ આહ્વાન કર્યુ છે. પ્રથમ તબક્કાના આ કાર્યક્રમ બાદ બીજા તથા ત્રીજા તબક્કાના કાર્યક્રમો જાહેર કરાશે તેમ આંદોલન સમીતીના સભ્યએ જણાવ્યું છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!