12 Science પાસ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સંબંધી અગત્યના સમાચાર

 


ધોરણ 12 સાયન્સ (12 Science) ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર (Big News) આવ્યા છે. માસ પ્રમોશન (Mass promotion) બાદ એન્જીનીયરીંગ (Engineering) અને ફાર્મસી (Pharmacy) માં પ્રવેશ (Admission) માટે ગુણભારની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. ગુજકેટ (GUJCET) અને ધોરણ 12ના ગુણની ટકાવારીમાં ફેરફાર કરી મેરીટ લિસ્ટ બનાવી અપાશે. 

આ વર્ષે પ્રવેશ માટે ગુજકેટ (GUJCET) ના 50 ટકા અને ધોરણ 12 ના પરિણામના 50 ટકા ગુણભારના માધ્યમથી મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટના 60 ટકા અને ધોરણ 12 પરિણામના 40 ટકા ગુણભાર મુજબ મેરીટ લિસ્ટ તૈયાર કરી પ્રવેશ આપવામાં આવતો હતો.

કોરોના (Coronavirus) મહામારીમાં અપાયેલા માસ પ્રમોશનને કારણે આ વખતે મેરીટ લિસ્ટ બનાવવાની પદ્ધતિમાં ફેરફાર થશે. ગુજકેટ અને ધોરણ 12ના પરિણામના 60 - 40 ટકા ના બદલે આ વખતે 50 - 50 ટકા મુજબ પર પ્રવેશ પદ્ધતિ અપનાવવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 

 બીજી તરફ ધોરણ 12 સાયન્સ (12 Science) ના B ગ્રુપના એટલે કે બાયોલોજી (Biology) સાથે ધોરણ 12 પાસ થનાર વિદ્યાર્થીઓ (Student) ને એન્જીનીયરીંગના 15 વિષયોમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવશે. બાયો ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, એગ્રીકલચર ટેકનોલોજી જેવા 15 એન્જીનીયરીંગ (Engineering) ના વિષયોમાં અભ્યાસ માટે તક આપવામાં આવશે. 

આ વર્ષથી જ 15 જેટલા જુદા જુદા એન્જીનીયરીંગના કોર્ષમાં બી ગ્રૂપ સાથે ધોરણ 12 પાસ થનાર વિદ્યાર્થી (Student) ને પ્રવેશ આપવામાં આવશે. બાયોલોજી સાથે ધોરણ 12 સાયન્સ પાસ કરી એન્જીનીયરીંગનો કોર્ષ કરનાર વિદ્યાર્થીઓને ગણિત વિષયનો અભ્યાસ કરવાનો રહેશે. આવતા વર્ષથી બાયોલોજીના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ (Engineering) ના તમામ વિષયોમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવે તેવી કરાઈ ગોઠવણ રહી છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!