આપ પાર્ટીના ઈશુદાન પર જીવલેણ હુમલો

 વિસાવદરના લેરિયા ગામે આમ આદમી પાર્ટી(AAP)ના કાફલા ઉપર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો. જેમાં આમ આદમી પાર્ટીના કાફલાની ગાડીના કાચ તૂટી ગયા. આ પથ્થરમારાની ઘટનામાં આપના એક કાર્યકરને ગંભીર ઇજા પહોંચી છેવિસાવદરના લેરિયા ગામે આમ આદમી પાર્ટીના કાફલા ઉપર હુમલોઇસુદાન ગઢવી, મહેશ સવાની અને પ્રવીણ રામ ઉપર જાનલેવા હુમલોઇસુદાનભાઈ અને મહેશભાઈ સવાનીના ગાડીના કાચ તોડ્યાઇસુદાન ગઢવી, મહેશભાઈ સવાની અને પ્રવીણભાઈ રામનો આબાદ બચાવઆપના એક કાર્યકર્તા ગંભીર રીતે ધાયલભાજપ પ્રેરિત ગુંડાઓએ હુમલો કર્યાનો આક્ષેપવિસાવદરના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધવા માટે પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી અને પ્રવીણ રામ લેરિયા ગામ પહોંચ્યા હતા. જોકે તેમના પહોંચતાની સાથે જે તે જ સમયે અજાણ્યા શખ્સો દ્વારા તેમની ગાડીઓ પર હુમલો કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે તો બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે. તો આમ આદમી પાર્ટી ગુજરાતના ટ્વીટર હેન્ડલ પર પણ સમગ્ર હુમલાને લઈને ટ્વીટ કરવામાં આવ્યું છે. પોતાના ટ્વીટમાં પણ આપ દ્વારા ભાજપ પર આક્ષેપ કરતા લખવામાં આવ્યું છે કે ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી જેમાં એક કાર્યકર ઘાયલ થયો છે. તો સાથે જ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી અને લોકોમાં વધી રહેલી લોકપ્રિયતાથી ડરી ગયું છે


વિસાવદરના લેરિયા ગામમાં જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો તે નેતાઓમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ મહેશ સવાણી જેવા મોટા નેતાઓ હાજર હતા. તો તેમણે આક્ષેપ લગાવ્યો છે કે સમગ્ર હુમલો ભાજપ પ્રેરિત હતો અને ભાજપના ગુંડાઓએ ધારિયા તલવાર સાથે હુમલો કરી દીધો હતો 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!